Event's Details

23-07-2024

Astrology Tips: કુંભ રાશિના જાતકો માટે આવો રહેશે શ્રાવણ માસ, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજરે આપી સંપૂર્ણ માહિતી

અમદાવાદ: હિન્દુ ધર્મમાં શ્રાવણને ખૂબ જ પવિત્ર માસ માનવામાં આવ્યો છે. આ પવિત્ર માસમાં ભક્તો ભગવાન શિવની પૂજા-અર્ચના અને ઉપવાસ કરતા હોય છે. પરંતુ આ વર્ષે શ્રાવણ માસમાં અનેક દૂર્લભ સંયોગ બની રહ્યા છે, જેની સીધી અસર જુદી જુદી રાશિ ધરાવતા જાતકો પર પડી શકે છે. તેમાં પણ કુંભ રાશિના જાતકો માટે આ શ્રાવણ માસ કેવો રહેશે અને તેમને કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ શકે છે, તેના વિશે ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર રવિન્દ્રભાઈ જોશીએ માહિતી આપી છે.

કુંભ રાશિના સ્વામિ ગ્રહ છે શનિ

 

ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ રવિન્દ્રભાઈ જોશી સાથે વાત કરતા જણાવ્યું કે શ્રાવણ મહિનો એ હિન્દુ કેલેન્ડરનો પાંચમો મહિનો છે, જે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. તેથી આ મહિનામાં ભગવાન શિવની પૂજા-અર્ચના અને વ્રત રાખવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે શ્રાવણ મહિનામાં આવતા સોમવારનો દિવસ પણ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે 5 ઓગસ્ટ, 2024 એટલે કે, સોમવારના રોજ શ્રાવણ માસ શરૂ થશે.

https://gujarati.news18.com/news/dharm-bhakti/how-shravan-month-will-be-for-aquarius-international-astrologer-shares-complete-insights-sa-local18-1865663.html