Event's Details

23-07-2024

શ્રાવણ માસમાં તુલા રાશિના જાતકો આ રીતે કરે શિવજીની પૂજા, મળશે મનવાંછિત ફળ

અમદાવાદ: હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ મહત્વ રહેલું છે. આ મહિનામાં ભક્તો ભગવાન શિવજીની આરાધના કરે છે. પરિણામે તેમને સારા ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ અનેક વર્ષ બાદ આ વર્ષે શ્રાવણ માસમાં અનેક દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યા છે. જેના લીધે જુદી જુદી રાશિ ધરાવતા જાતકોના જીવનમાં મોટો ફેરફાર થઈ શકે છે. તેમાં પણ તુલા રાશિના જાતકો માટે આ શ્રાવણ માસ કેવો રહેશે અને તેમને કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેના વિશે ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર રવિન્દ્રભાઈ જોશીએ વિગતવાર માહિતી આપી હતી.

શ્રાવણમાં કરેલી શિવની પૂજાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે

ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર રવિન્દ્રભાઈ જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહેલું છે. શ્રાવણ મહિનામાં લોકો ભગવાન શિવની પૂજા-આરાધના કરી વ્રત કે, ઉપવાસ રાખતા હોય છે. આ વર્ષે શ્રાવણ માસ શરૂઆત 5 ઓગસ્ટ, 2024 ને સોમવારથી શરૂ થશે.

https://gujarati.news18.com/news/dharm-bhakti/astrology-tips-know-how-shravan-month-will-be-for-libra-tula-international-astrologer-shares-complete-insights-sk-local18-1866318.html