Event's Details

23-07-2024

Guru Purnima: રાશિ મુજબ ગુરુદક્ષિણામાં આપજો ગુરૂને આ ખાસ વસ્તુનો ઉપહાર, થશે ભાગ્યમાં વધારો

ભારતમાં અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવમાં આવે છે. આ દિવસે શિષ્ય ગુરુને ગુરુ દક્ષિણા આપી આશીર્વાદ મેળવે છે. આવું કરવાથી શિષ્યના જીવનમાં પ્રગતિ થાય છે.

અમદાવાદ: હિન્દુ ધર્મમાં અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે શિષ્ય પોતાના ગુરુની પૂજા કરી આર્શીવાદ મેળવે છે. સાથે ગુરુદક્ષિણા આપવાનું પણ એટલું જ મહત્વ રહેલું છે. તો આવો ગુરુ પૂર્ણિમાના દિવસે આપે આપના ગુરુને આપની રાશિ મુજબ કેવા રંગની અને કઈ વસ્તુ આપવાથી આપના ભાગ્યમાં વધારો થઈ શકે છે તેની વિસ્તૃત માહિતી મેળવીએ.

ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ રવિન્દ્રભાઈ જોશી સાથે વાત કરતા જણાવ્યું કે, દરેક ધર્મમાં ગુરુનો અનેરો મહિમા રહેલો છે. ગુરુ પોતાના શિષ્યના જીવનમાં અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવી સાચો માર્ગ બતાવે છે. શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન ભગવાન કરતા પણ ઉચ્ચ બતાવવામાં આવ્યું છે. કારણ કે ગોવિંદને ઓળખનાર જો કોઈ હોય તો તે ગુરુ છે. ત્યારે આ ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યએ તેમના ગુરુને રાશિ મુજબ આ પ્રમાણે ગુરુદક્ષિણા આપવી જોઈએ.

Guru Purnima: રાશિ મુજબ ગુરુદક્ષિણામાં આપજો ગુરૂને આ ખાસ વસ્તુનો ઉપહાર, થશે ભાગ્યમાં વધારો-Offering Guru Dakshina on Guru Purnima as per rashi astrology – News18 ગુજરાતી